મિત્રો આજકાલ સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં ઉતાવળનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. આપણે એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં નાખી શકે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
આ અકસ્માતની ઘટનામાં ટ્રકને ઓવરટેક કરતી વખતે એક બાઇક ચાલક સાથે કંઈક એવું બન્યું કે આ ઘટનામાં બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના છતરપુરમાંથી સામે આવી છે.
આ ઘટનામાં ઓવર સ્પીડના કારણે એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર એક બાઈક ઝડપે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે બાઈક ચાલક ઓવરટેક કરી રહ્યો છે ત્યારે તેની સામે ગાય આવી જાય છે. તેથી બાઈક ચાલક યુવક ગાય સાથે અથડાઈને રોડ પર પડે છે.
જેના કારણે યુવક રોડ પર પસાર થઈ રહેલા ટ્રકની નીચે આવી જાય છે. આ અકસ્માતની ઘટનામાં યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બે દિવસ પહેલા બની હતી.
મળતી માહિતી અનુસાર અકસ્માત બન્યા બાદ ટ્રક ચાલકે તાત્કાલિક ટ્રક અને બ્રેક લગાવી દીધી હતી, પરંતુ ટ્રકનું આગળનું ટાયર યુવકની ઉપરથી પસાર થઈ જતા યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
ટ્રક ને ઓવરટ્રેક કરતી વખતે એક બાઈક ચાલક સાથે અચાનક બન્યું એવું કે…, બાઈક ચાલકનું કરુણ મૃત્યુ… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો pic.twitter.com/KwEgCq9JNu
— GUJJU ROCKZ (@gujju_rockz) July 24, 2022
આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર કેટલાક લોકોની ત્યાં ચીસો નીકળી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment