મિત્રો આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની વાતમાં પોતાનું જીવનને ટુંકાવી લેતા હોય છે. ત્યારે MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શુક્રવારના રોજ મોડી રાત્રે હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ વિદ્યાર્થીના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. વિદ્યાર્થીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી. આ ઉપરાંત વિદ્યાર્થી પાસેથી પોલીસને કોઈ પણ સુસાઇડ નોટ મળી આવ્યું નથી.
વિદ્યાર્થીએ સુસાઇડ કરતા પહેલા પોતાનું ઈન્સ્ટાગ્રામ ડીલીટ કરી દીધું હતું. મૃત્યુ પામેલો યુવક SMS મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ પુરાવા એકત્રિત કરી રહી છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ અમન હતું અને તેની ઉંમર માત્ર 25 વર્ષની હતી. અમન હિમાચલ પ્રદેશનો રહેવાસી હતો.
અમન SMS મેડિકલ કોલેજની કોઠારી હોસ્ટેલમાં રહેતો હતો. તે MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેને હોસ્ટેલ રૂમમાં બેડશીટ વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું રોકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર આ જ સવારે લગભગ 10:00 વાગી ગયા છતાં પણ તે બહારના આવ્યો, તેથી તેના મિત્રોએ તેને ફોન કર્યો હતો. પરંતુ અમન ફોન પણ ઉપાડતો ન હતો.
ત્યારબાદ તમામ મિત્રો અમનની રૂમે પહોંચ્યા હતા. તમામ મિત્રોએ મળીને અમનની રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારની હલચલ થઈ નહીં. ત્યારબાદ દરવાજાના ઉપરના જાળીયા માંથી જોયું, ત્યારે અંદર અમનનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી, પોલીસે રૂમનો દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પોલીસે અમનના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલી દીધું હતું. અમને કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. પરંતુ સુસાઇડની આગલી રાત્રે તેને પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીલીટ કરી દીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment