ભાવનગરમાં ઘોડિયામાં સુતેલી 4 મહિનાની બાળકીને એક રખડતો કૂતરો ઉપાડી ગયો, ત્યારબાદ થયું એવું કે – 4 મહિનાની માસુમ બાળકીનું કરુણ મૃત્યુ….

Published on: 12:56 pm, Sat, 9 July 22

ભાવનગર શહેરમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. ભાવનગર શહેરમાં દિવસેને દિવસે કૂતરાઓનો આંતક ખૂબ જ વધી ગયો છે. ત્યારે કૂતરાઓના આંતકનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક માસુમ દિકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના ભાવનગરના ચિત્રાની માં લક્ષ્મી સોસાયટી ખાતે બની હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક કૂતરો ઘોડિયામાં ઊંઘી રહેલી 4 મહિનાની બાળકીને મોઢામાં પકડીને ઉઠાવી ગયો હતો. આ દરમિયાન કુતરો બાળકીને અનેક વખત બચકા ભરી ગયો હતો. આ દ્રશ્યો જોઈને પરિવારના લોકો અને આસપાસના લોકો બાળકીની પાસે દોડીયા હતા. જેથી કૂતરો બાળકીને મૂકીને ભાગી ગયો હતો.

ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ દર્દનાથ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. બાળકીના માતા પિતા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા હતા. મળતી માહિતી અનુસાર ભાવનગરની મહાલક્ષ્મી સોસાયટી ખાતે શેરીમાં રખડતા એક કૂતરાએ ઘોડિયામાં સૂઈ રહેલી માસુમ બાળકીને ઉઠાવી ગયો હતો.

પરિવાર અને આસપાસના લોકો બાળકીને બચાવે તે પહેલા તો કૂતરો બાળકીને બચકા ભરી ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ બાળકીને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને બાળકીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનગરમાં આ પેલો બનાવ નથી. આ પહેલા પણ આવા અનેક બનાવ બની ગયા છે. મળતી માહિતી અનુસાર દર અઠવાડિયે આવા લગભગ ચાર થી પાંચ બનાવ બની રહ્યા છે.

જેમાં આ પ્રથમ કેસ એવો છે જેમાં એક બાળકી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. થોડાક દિવસો પહેલા વડોદરામાં ઘોડિયામાં સૂઈ રહેલા એક બાળકને કૂતરાએ બચકા ભર્યા હતા. આ ઘટનામાં આ બાળકના માથાના ભાગે 15 ટાંકા આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં ઘોડિયામાં સુતેલી 4 મહિનાની બાળકીને એક રખડતો કૂતરો ઉપાડી ગયો, ત્યારબાદ થયું એવું કે – 4 મહિનાની માસુમ બાળકીનું કરુણ મૃત્યુ…."

Leave a comment

Your email address will not be published.


*