ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – સુસાઇડ નોટ વાંચીને તમે પણ રડી પડશો…

છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો કોઈ અગમ્ય કારણોસર અથવા તો કોઈનાથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બન્યા બાદ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના બુરહાનપુરમાં બની છે. વિદ્યાર્થીએ મોડી રાત્રે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. વિદ્યાર્થી પોતાનો જીવ ટૂંકાવી આપેલા બે પેજની સુસાઇડ નોટ લખી હતી.

વિદ્યાર્થીએ લખ્યું હતું કે, મને માફ કરજો પપ્પા, હું તમારું સપનું પૂરું કરી શકું તેમ નથી. જેના કારણે હું મારા જીવનના અંતિમ પગલું ભર્યું છે. મને સ્મૃતિ ભ્રંશ છે. મને જે યાદ છે તે હું ભૂલી જાઉં છું. એ પામેલા વિદ્યાર્થીનું નામ રવિન્દ્ર સોલંકી હતું. ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. રવિન્દ્ર સત્તાપરી સ્થિત એકલવ્ય આદિવાસી છાત્રાલયમાં અભ્યાસ કરતો હતો.

મળતી માહિતી અનુસાર સવારે મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળે છે. ત્યારબાદ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક તેમના પરિવારજનોને કરવામાં આવે છે. મૃત્યુ પામેલો વિદ્યાર્થી તેના પિતાની ખૂબ જ પ્રેમ કરતો હતો તેને સુસાઇડ નોટમાં બે વખત લવ યુ પાપા પણ લખ્યું હતું.

આ ઉપરાંત તેને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તે પોતાની મરજીથી આ પગલું ભરે છે. આમાં કોઇપણ નો દોષ નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ એ લખ્યું હતું કે માતા-પિતા અને તેનામાં વિશ્વાસ રાખનારાઓનું સપનું પૂરું કરી શકતો નથી. આ ઉપરાંત તેણે લખ્યું કે, તે પહેલા શાળામાં હંમેશા પ્રથમ આવતો હતો. અને સ્મૃતિ ભ્રંશના કારણે હવે તે શાળામાં સૌથી છેલ્લો આવે છે.

હું યાદ કરવાની ખૂબ જ કોશિશ કરું છું પણ તું મને બધું ભુલાઈ જાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓ એ લખ્યું હતું કે, જો હું કંઈ ન કરી શકું તો મારા જીવનો શું ઉપયોગ? લવ યુ પપ્પા હું તમારા જેવા પિતા ને મળ્યો, તે મારું નસીબ હતું. વિદ્યાર્થીની સુસાઇડ નોટ વાંચીને તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આની જાણ થતાં પરિવારમાં પણ શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*