અમેરિકામાં લોકગાયિકા ગીતાબેન રબારી બરફ ની વચ્ચે ગરબે ઘૂમતા જોવા મળ્યા,જુઓ વિડિયો

Published on: 6:40 pm, Mon, 14 March 22

આપણને બધાને ખ્યાલ જ હશે કે ઉનાળાની ગરમી શરૂ થતાં લોકો પોતાના પરિવાર સાથે ગમે ત્યાં ફરવા જતા હોય છે. ક્યારે આપણા ગુજરાતી કલાકારોને ઉનાળાની ગરમી વચ્ચે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે અને પોતાની રજાઓ માણી રહ્યા છે.

હાલમાં ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા કિંજલબેન દવે પણ પોતાના ભાવિ પતિ પવન જોશી અને તેમના ભાઈ સાથે દુબઈના પ્રવાસ પર છે અને તેમની સાથે ઉર્વશી બેન રાદડિયા છે. આપને જણાવી દઇએ કે બીજી બાજુ ગુજરાતી લોક ગાયિકા અલ્પાબેન પટેલ પોતાના પતિ સાથે હનીમૂન પર છે.

ત્યારે હાલમાં લોક ગાયિકા ગીતાબેન રબારી અમેરિકા ના પ્રવાસ જવા માટે રવાના થયા છે. આપણે જાણીએ છીએ કે પ્રોગ્રામ માટે અને રજાઓ માણવા માટે ગીતાબેન રબારી અવારનવાર વિદેશ જતા હોય છે. હાલમાં તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની અમેરિકા જવાની માહિતી પોતાના ચાહકો સાથે શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by @geetabenrabari6064

ઇન્સ્ટાગ્રામમાં તેમને દિલ્હી એરપોર્ટ ની થોડી ઘણી તસવીરો પણ શેર કરી છે અને ત્યાર બાદ અમેરિકા પહોંચતા તેમને બીજી પણ ઘણી બધી તસવીરો શેર કરી છે. ખરેખર ગીતાબેન રબારી પોતાના જીવનમાં ખૂબ જ સફળતા મેળવી રહ્યા છે અને પોતાની આગવી શૈલી દ્વારા આજે સંગીતની દુનિયામાં પ્રખ્યાત લોક ગાયિકા તરીકે નામ છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ગીતાબેન રબારી હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે અને તેઓ હાલમાં અમેરિકામાં બરફ ની વચ્ચે માઇનસ તાપમાનમાં તેઓ ગરબે લેતા જોવા મળી રહ્યા છે. આપણે વીડિયોમાં જોઈ શકીએ છીએ કે તેમની પાછળ ગાડી અને મકાન ઉપર પણ બરફ છે. જ્યારે સાત સમુદ્ર પાર પણ ગીતાબેન રબારી ગુજરાતી વારસો જાળવી રહ્યા છે અને ગરબે ઘુમી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમેરિકામાં લોકગાયિકા ગીતાબેન રબારી બરફ ની વચ્ચે ગરબે ઘૂમતા જોવા મળ્યા,જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*