મહેસાણા-ઊંઝા હાઇવે પર ઝડપી ટ્રક ચાલકે બાઈકને અડફેટેમાં લીધી… બાઈક પર સવાર મહિલા અને પોલીસ કર્મચારીનું દર્દનાક મોત…

મહેસાણા ઊંઝા હાઈવે રોડ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ગઈકાલે મહેસાણા ઊંઝા હાઈવે પર ઉનાવા નજીક ટ્રક ચાલકે આગળ જતી બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર મહિલા અને પોલીસ કર્મચારી રોડ ઉપર પટકાયા હતા.

આ કારણોસર મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પોલીસ કર્મચારીનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને ટ્રક ચાલક વિરુધ્ધ પોલીસ મથકમાં મૃત્યુ પામેલી મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાને લઈને વિગતવાર વાત કરી હતો વિસનગર તાલુકાના દઢિયાળા ગામના વતની સુરેશભાઈ રામચંદભાઈ ચૌધરી પોતાની GJ 02 CN 9674 નંબરની બાઈક લઈને ઉનાવા હાઈવે ઉપર થી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન RJ 10 GB 6890 નંબર ને ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર મહિલા વર્ષાબેન ભરતભાઈ ચૌધરી અને સુરેશભાઈ ચૌધરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઈજા પહોંચવાના કારણે વર્ષાબેનનું તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

જ્યારે સુરેશભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃત્યુ પામેલા સુરેશભાઈ વસાઈ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર સુરેશભાઈને તેમના વતનમાં અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. જ્યારે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ પોલીસ કર્મચારીના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*