આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે સોશિયલ મીડિયામાં ઘણી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોયા હશે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક ટ્રેક્ટર ચાલક વૃદ્ધ વ્યક્તિને જબરદસ્ત ટક્કર લગાવ્યો છે.
આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ચાલક ખુદ વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. હાલમાં હોસ્પિટલમાં રોજ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. તેમની હાલત ખૂબ જ ગંભીર છે.
આ ગંભીર અકસ્માતની ઘટના બિહારના સીતામઢીમાં બની હતી. અકસ્માતના સમગ્ર દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક વૃદ્ધ વ્યક્તિ રોડ ક્રોસ કરતાં દેખાઈ રહ્યા છે.
આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે એક ટ્રેક્ટર આવી રહ્યું હતું, વૃદ્ધ વ્યક્તિ કાંઈ સમજે તે પહેલા તો ટ્રેક્ટર ચાલકે વૃદ્ધ વ્યક્તિને જબરદસ્ત ટક્કર લગાવી હતી. વૃદ્ધ વ્યક્તિને અડફેટેમાં લીધા બાદ ટ્રેક્ટર વીજળીના થાંભલા સાથે અથડાયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ભાગ્યો નહીં.
પરંતુ તે ટ્રેક્ટર માંથી નીચે ઉતરીને રોજ વ્યક્તિની મદદ માટે પહોંચે છે. ટ્રેક્ટર ચાલક ઈજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય છે. હાલમાં વૃદ્ધ વ્યક્તિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરની બ્રેક ન લાગતા આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ વ્યક્તિને લીધા અડફેટેમાં, વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ… pic.twitter.com/LOI6c2IKWa
— GUJJU ROCKZ (@gujju_rockz) July 22, 2022
સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના બુધવારના રોજ રીગા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત રીગા મિલ ચોકી પાસે બની હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment