માતા ધાબા પર સૂકવેલા કપડાં લેવા ગઈ, ત્યારે ત્યાં 16 વર્ષના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું – 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…

Published on: 11:26 am, Fri, 22 July 22

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં આ પગલું ભરી લેતા હોય છે ત્યારે હાલમાં બનેલ તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં જાહેર બહેનોના એકના એક ભાઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવવી લીધું છે. મૃત્યુ પામેલો યુવક ખાનગી શાળામાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો.

બુધવારના રોજ સાંજના સમયે માતા ધાબા ઉપર કપડાં લેવા જાય છે, ત્યારે માતાએ ધાબા ઉપર બનાવેલી રૂમમાં દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ દ્રશ્યો જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી, પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ગુરૂવારના રોજ મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ ઘટના ભોપાલમાં બની હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ તનિષ્ક હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી.

તનિષ્ક ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. બુધવારના રોજ સાંજના સમયે લગભગ ચાર વાગ્યાની આસપાસ તનિષ્કની માતા ધાબા પર સુકાઈ ગયેલા કપડાં લેવા માટે ધાબા ઉપર આવે છે. આ દરમિયાન ધાબા ઉપરની રૂમનો દરવાજો બંધ હતો. ત્યારે માતા રૂમનો દરવાજો ખખડાવે છે, પરંતુ કોઈ અંદરથી જવાબ આપતું નથી.

તેથી માતા રૂમની બારી ખોલે છે ત્યારે રૂમની અંદર તનિષ્કનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ માતાએ આ ઘટનાની જાણ પડોશીઓને કરી હતી. ત્યારબાદ તનિષ્ક ત્યાંથી નીચે ઉતારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન કોઈ સુસાઇડ નોટ મળી નથી. તનિષ્કે આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને બહેનોને ભારે આઘાત લાગ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા ધાબા પર સૂકવેલા કપડાં લેવા ગઈ, ત્યારે ત્યાં 16 વર્ષના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું – 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*