પિતાએ 17 વર્ષની દીકરી પર ગોળી ચલાવીને પોતાનું જીવનને ટૂંકાવી લીધું, પિતા અને દીકરીનું એક સાથે કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 12:26 pm, Fri, 22 July 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પિતાએ પોતાની 17 વર્ષની દીકરી ઉપર ગોળી ચલાવી અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું. આ ઘટનામાં પિતા અને પુત્રીના બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ ફર્રુખાબાદમાં બની હતી. મૃત્યુ પામેલા પિતાનું નામ પ્રમોદકુમાર રાજપુત હતું અને તેમની ઉંમર 40 વર્ષની હતી. જ્યારે તેમની દીકરીનું નામ મુસ્કાન હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. પ્રમોદ કુમારના ભાઈનું કહેવું છે કે, તેના ભાઈએ શાહુકાર પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા.

આ ઉપરાંત એક લાખ રૂપિયાની લોન બેંકમાંથી પણ લીધી હતી. બેંકની લોન સમયસર ન ચૂકવવાના બદલે બેંકમાંથી નોટિસો આવવા મળી હતી. આ ઉપરાંત શાહુકાર પણ પૈસા માટે સતત દબાણ કરતો હતો. તેના કારણે પ્રમોદકુમાર રાજપુત ખૂબ જ ચિંતામાં રહેતા હતા. આ સમગ્ર દર્દનાક ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે પિતા અને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ બપોરે 12:00 વાગ્યાની આસપાસ મુસ્કાન ભોજન બનાવી રહી હતી. પ્રમોદકુમારની પત્ની બાથરૂમમાં હતી અને 7 વર્ષનો અંશ નામનો દીકરો ઘરની બહાર રમતો હતો.

આ દરમિયાન પ્રમોદ કુમાર પિસ્તોલ વડે પોતાની દીકરી મુસ્કાન ઉપર ગોળી ચલાવે છે. ત્યારબાદ પ્રમોદકુમાર પોતાના ઉપર પણ પિસ્તોલ ચલાવીને છે. આ ઘટનામાં પ્રમોદ કુમાર અને મુસ્કાનની ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ગોળીનો અવાજ સાંભળીને પ્રમોદ કુમારની પત્ની બાથરૂમમાંથી બહાર આવી હતી. બહાર આવીને જોયું ત્યારે પતિ અને દીકરી ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા હતા. આ દ્રશ્યો જોઈને પ્રમોદ કુમારની પત્નીએ બૂમાબૂબ કરી હતી.

બૂમો નો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા અધિકારીઓ અને પોલીસ ઘટનાએ પહોંચી આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે પ્રમોદ કુમાર ઉપર દેવું થઈ જવાના કારણે તે ખૂબ જ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા અને ડિપ્રેશનમાં તેમને આ પગલું કર્યું હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાએ 17 વર્ષની દીકરી પર ગોળી ચલાવીને પોતાનું જીવનને ટૂંકાવી લીધું, પિતા અને દીકરીનું એક સાથે કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*