એક બહેન તેના પરિવાર સાથે પોતાના ભાઈને રાખડી બાંધવા જઇ રહી હતી, ત્યારે રસ્તામાં થયું અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ…

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને અકસ્માત પણ એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. કોઈકવાર અકસ્માતમાં એક જ પરિવારના અમુક લોકો ઇજાગ્રસ્ત થાય છે અને અમુક લોકોના મૃત્યુ થાય છે તેના કારણે એક પરિવાર ભાંગી પડે છે.

ત્યારે ઝસી જિલ્લાનો એક કિસ્સો છે. જે સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. મળતી માહિતી મુજબ એક બેન તેના પરિવાર સાથે બાઈક પર તેના ભાઈને રાખડી બાંધવા માટે દતીયામાં બિલાઉ જતા હતા.

ત્યારે મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના હાઈવે પર તેમનું અકસ્માત થયું હતું. મળતી માહિતી મુજબ રોડ પર સામે આવતી એક કારે બાઈકને ટક્કર મારી હતી.

આ સમગ્ર અકસ્માતમાં બાઇક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલી બહેન અને તેની પુત્રી ઈજાગ્રસ્ત થઈ હતી. એ બંનેને તાત્કાલિક મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન માતા અને પુત્રી નું પણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાની તેમના પરિવારને જાણ થતાં પરિવારમાં દુઃખનો વાદળ છવાઈ ગયો હતો. પરિવારના બધા જ લોકો દુઃખી થઈ ગયા હતા.

અકસ્માતના કારણે આખા ગામમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો હતો. ઉપરાંત આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*