કાળા તળાવ નજીક એક બોલેરો અને રિક્ષા વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં ઘટનાસ્થળે એકનું મૃત્યુ..

Published on: 10:30 pm, Tue, 24 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે ભાવનગર થી નીરમા ફેક્ટરી તરફ જતા રોડ પર કાળા તળાવ નજીક એક બોલેરો અને રિક્ષા વચ્ચે ટક્કર થાય હતી.

ટક્કર એટલી જોરદાર હતી બોલેરો ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. રીક્ષા ચાલકને ઇજા પહોંચી હતી તેથી તેને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ભાવનગર શહેર નો કેબલ સ્ટ્રેઇડ પુલે થી લઈને કાળા તળાવ નિરમાના પાટીયા સુધી જોડતા રસ્તા પર અકસ્માતની સંખ્યા ખૂબ જ બને છે.

મળતી માહિતી અનુસાર બોલેરો ચાલક ભાવનગરથી મિનરલ વોટર ભરીને પોતાની ડીલેવરી આપવા જઈ રહ્યો હતો. જ્યારે કાળા તળાવ થી આવતી પેસેન્જર થી ભરેલી રિક્ષા અને બોલેરો ની ટક્કર થઈ હતી.

ત્યારે બોલેરો ચાલક દિનેશ નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું દિનેશ ની ઉંમર 24 વર્ષની હતી. આ ઉપરાંત રિક્ષાચાલક અશોક દિનેશભાઇ સોલંકી જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તેમની ઉંમર 26 વર્ષની છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક વેળાવદર ભાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ કરી અને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!