ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામ પાસે બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક જ સાથે માતા અને બે વર્ષની દીકરીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.
અકસ્માતની ઘટનામાં 29 વર્ષીય પ્રેમીલાબેન કાળુભાઈ ડામોર અને બે વર્ષીય દીકરી નયના કાળુભાઈ ડામરનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બંનેને શરીરના ભાગે ઉપરાંત માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર બંનેનું મૃત્યુ થયું છે.
અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા તેઓએ આ ઘટનાની જાણ 108ની ટીમ અને પોલીસને કરી દીધી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃત્યુ પામેલા માતા અને દીકરીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેનું હજુ કોઈ પણ કારણ જાણી શકાયું નથી.
એક સાથે અકસ્માતમાં માતા અને દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા માતા અને દીકરી મધ્યપ્રદેશના થાંદલા નજીક રહેતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment