રાજકોટ તરફ આવતી કારનું ટાયર ફાડતા સર્જાયો ગંભીર અકસ્માત, રાજકોટમાં ફરજ બજાવતા જેલ કર્મચારીનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ગોસળ નજીક રાજકોટ તરફથી આવતી એક કારનું અચાનક ટાયર ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રાજકોટમાં ફરજ બજાવતા જેલ કર્મચારીનું મૃત્યુ નીપજ્યું છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. જેલ કર્મચારીનું મૃત્યુ થતાં જેલના સહકર્મચારીઓમાં શોખની લાગણી પ્રસરી ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે જેલ સિપાઈ તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ ભીખુભા સોલંકીનું આ ગંભીર અકસ્માતની ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. કિરીટસિંહ પરિવાર સાથે કાર લઈને પોતાના વતન મઢાદ ગામે જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં સાયલા પાસે ગોસળના બોર્ડ નજીક અચાનક જ તેમની કારનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર કિરીટસિંહ સોલંકીને ગંભીર ઈજા પહોંચ્યા હતી. આ કારણસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે પ્રદીપભાઈ વજુભાઈ અસવાર અને મિતલબેન પ્રદીપભાઈ અસવાર સહિતના બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા કિરીટસિંહના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સાયલાની સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યું હતું. કિરીટસિંહના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવારના લોકો અને જેલના કર્મચારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. કિરીટસિંહના મૃત્યુના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*