એક બેકાબુ કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 4 લોકોના મૃત્યુ…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં આઇઆઇટી કોચિંગના 3 વિદ્યાર્થીઓ સહિત 4 લોકોને મૃત્યુ નીપજ્યા છે. આ ઉપરાંત અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે જયપુર લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર કારમાં સવાર તમામ લોકો દ્વારકા જઈ રહ્યા હતા. ત્યારે જયપુર-કોટા નેશનલ હાઇવે 52 પર તેમની કાર બેકાબૂ બની ગઈ હતી. જેના કારણે તેમની બેકાબુ બનેલી કાર રોડની બાજુમાં પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી.

આ અકસ્માતની ઘટના રવિવારના રોજ રાત્રે 1:00 વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાતી જોવા મળી રહે છે.

આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કારમાં જઇ રહેલા પાંચ વિદ્યાર્થીઓ કોટામાં રહીને IIT કોચિંગ કરી રહ્યા હતા. તેમને ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો અને તેઓ હરિદ્વાર જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતની ઘટનામાં IIT કોચિંગના ત્રણ વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા. બેકાબુ બનેલી કારે ટ્રકને એટલી જોરદાર ટક્કર લગાવી કે કારના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*