ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે જબરદસ્ત ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકો કાળનો કોળિયો બની ગયા…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે અજમેરના નરેલિ બાયપાસ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તેમાંથી છ લોકોની હાલત ખુબ જ ગંભીર છે. ખાનગી બસ ટ્રાવેલ્સ જયપુર થી ઉદયપુર જઈ રહી હતી. ત્યારે સવારે 3.30 વાગ્યાની આસપાસ રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ઈજાગ્રસ્ત લોકોને એમ્બ્યુલન્સના મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પોલીસે મૃતકના પરિવારજનોને આ ઘટનાની જાણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, બસ ડ્રાઈવર નશામાં બસ ચલાવી રહ્યો હતો. બસમાં સવાર મુસાફરોએ ડ્રાઈવરને ઘણી વખત ટોક્યો પરંતુ તેને કોઈની પરવા કરી નહીં. ત્યારબાદ બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે. અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. બધાએ મળીને અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત અકસ્માત બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને બંને વાહનો પર કબજો કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*