ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે પાટણ ડીસા હાઇવે પર સરસ્વતી તાલુકાના વાગડોદ ગામ પાસે મંગળવારના રોજ બપોરે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં કારમાં સવાર કાર ચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. પાટણ-ડીસા હાઇવે પર ડીસા તરફથી આવી રહેલો MH 18 BG 4951 નંબરના ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યો હતો.
ત્યારે ટ્રક ચાલકે સામેથી આવતી કારને વાગડોદ ગામ પાસે જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ફંગોળાઇને સાઇડમાં ચાલી ગઇ હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પહલાદજી હાલાજી નામના નિવૃત શિક્ષકને ગંભીર ઈજા પહોંચી હતી.
આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામના નિવૃત્ત શિક્ષક પાટણથી વદાણી તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા નિવૃત્ત શિક્ષકના મૃતદેહને આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment