પાલીતાણામાં હીરાના કારખાનામાં કામ કરતા કારીગરને ચક્કર આવતા ત્રીજા માળેથી નીચે પડ્યો – જુઓ દર્દનાક ઘટનાનો CCTV ફૂટેજ…

Published on: 10:52 am, Wed, 1 June 22

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બનેલી એક દર્દનાક ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ સીસીટીવી ફૂટેજ જોઈને તમારા પર રુવાડા ઉભા થઇ જશે. મળતી માહિતી મુજબ પાલિતાણાના હીરાના કારખાનામાં કામ કારીગરને યુવાન કારખાના ત્રીજા માળેથી નીચે પડ્યો હતો.

આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં કારીગર યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ દર્દનાક ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં પોપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં અનેક હીરાના કારખાનાઓ આવેલા છે. મળતી માહિતી અનુસાર આ કારખાનામાં પાલીતાણા તાલુકાના ગામડાઓમાંથી અનેક રત્નકલાકારો હીરા ઘસવાની મજૂરી કામ માટે દરરોજ અહીં અપડાઉન કરે છે.

મળતી માહિતી અનુસાર દરરોજની જેમ 28 વર્ષીય યુવાન પ્રદીપ ભાવેશભાઈ ગુજરાતી પોતાના ગામથી હીરા ઘસવા માટે પાલીતાણા પોપડા વિસ્તારમાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદીપ પાણી પીવા માટે કારખાના ત્રીજા માળ પર ઊભો હતો.

ત્યારે અચાનક પ્રદીપને ચક્કર આવે છે અને પ્રદીપ ત્રીજા માળેથી નીચે પડે છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા પ્રદીપને પાલીતાણાના સદવિચાર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર હાલમાં યુવાનની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તેની હાલત ખુબ જ નાજુક છે. ઘટનાની જાણ થતાં પાલીતાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!