ગઢડા ગામની સીમા નજીક એક કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલકનું મૃત્યુ…

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે મોડાસા તાલુકાના ગઢડા ગામની સીમા નજીક અકસ્માત ની ઘટના બની છે તેમાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યા છે.

મળતી માહિતી અનુસાર મોડાસા ગામ ની સીમા પાસે એક કાર અને બાઈક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોડાસા તાલુકાના ગઢડા ગામે રહેતા બીપીન પટેલ ખેતરના કામકાજથી રાજેન્દ્ર નગર ચોકડી તરફના રોડ ઉપર ગઢડા ગામની સીમમાં પોતાની બાઇક લઇને જઇ રહ્યા હતા ત્યારે તેમનું અકસ્માત થયું હતું.

મળતી માહિતી અનુસાર કારચાલકે બીપીન ભાઈ ની બાઈક ને જબરદસ્ત ટક્કર લગાવી હતી અને ત્યારબાદ કાર ઘટનાસ્થળે મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બીપીનભાઈ અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

તે માટે તેને સારવાર માટે તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા પરંતુ અમદાવાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

બીપીન ભાઈના મૃત્યુની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને વિનોદભાઈ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*