ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી ની ખરાબ પરિસ્થિતિ વચ્ચે રાજકોટ શહેરમાં કોરોના નું સંક્રમણ વધતા રાત્રે કર્ફ્યુ માટે ની માંગણીઓ વધવા લાગી છે. રાજકોટ ગોંડલ હાઈવે પર સાપર વેરાવળ અૌધોગિક વસાહતમાં 3500 થી પણ વધારે કારખાનો આવેલા છે. આ કારખાના એસોસિયેશન દ્વારા રાત્રિના 9 થી 5 સુધી કરફ્યુ લાદવા માંગણી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં કોરોના ના કેસો માં ધડાકો થતા આ વિસ્તારોમાં કોરોના નું સંક્રમણ ન વધે તે માટે સાપર વેરાવળ અૌધોગિક વરસાદના પ્રમુખ રમેશ ટિલાળા એ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને માંગણી કરી હતી. તેમને જણાવ્યું કે રાજકોટ શહેરમાં કોરોના મહામારી ની સ્થિતિ ઘણી ગંભીર હોવાથી રોકવા સ્વૈચ્છિક રીતે રાત્રી કર્ફ્યુનો અમલ કરાવવો જરૂરી છે.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ જણાવ્યું કે, હવે રાત્રી કર્ફ્યું નું થોડીક પણ જરૂર નથી. કારખાના હવે ધીરે ધીરે માંડ કાર્યરત થયા છે અને ઉત્પાદન પ્રક્રિયા રાત્રિના મોડે સુધી ચાલતી હોય છે.
ત્યારે કર્ફ્યુ ફરી અમલી કરાવવા નો અમારો જરાક પણ મત નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment