સુરતમાં હડકાયેલા કૂતરાએ પરિવારની ‘ખુશી’ છીનવી લીધી..! 6 મહિના પહેલા રસ્તા ઉપર દિકરી સાથે કંઈક એવું બન્યું હતું કે…આજે દીકરી દુનિયા છોડીને ચાલી ગઈ…

સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. થોડાક દિવસ પહેલા સુરતના ખજોદ વિસ્તારમાં ત્રણ રખડતા કુતરાઓ એક માસુમ બાળકી ઉપર તૂટી પડ્યા હતા. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ત્યારે આજથી 6 મહિના પહેલા માસુમ બાળકી સાથે કુતરાના કારણે કંઈક એવી ઘટના બની હતી કે આજે બાળકેનું કરુણ મૃત્યુ થયું છે. વિગતવાર વાત કરીએ તો છ મહિના પહેલા કૂતરાની લાળના સંપર્કમાં આવેલી સાડા પાંચ વર્ષની માસુમ બાળકીને હાડકાવાના લક્ષણો દેખાયા હતા. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જ્યાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતના રાંદેર પાલનપુર જકાતનાકા સંત જ્ઞાનેશ્વર સોસાયટીમાં રહેતી બાળકીને છ મહિના પહેલા પોતાના પિત સાથે ચાલતી ચાલતી જતી હતી. આ દરમિયાન અચાનક જ એક રખડતો કુતરુ બાળકી પાસે આવ્યું હતું. જેના કારણે દીકરી ગભરાઈને નીચે પડી ગઈ હતી.

આ ઘટનામાં કુતરાએ બાળકીને બચકું ભર્યું નહીં, પરંતુ કૂતરાની લાળ બાળકીના સંપર્કમાં આવી ગઈ હતી એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યાર પછી પિતા પોતાની દીકરીને દવાખાને લઈ ગયા હતા. પરંતુ કૂતરાએ બચકું ભર્યું ન હોવાના કારણે દવાખાનામાં ડોક્ટરે બાળકીને ધનુરનું ઇન્જેક્શન આપ્યું હતું.

ઘટનાના ત્રણ મહિના બાદ બાળકીમાં અચાનક જ હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. ત્યારબાદ દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે કે જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મૃત્યુ પામેલી દીકરીનું નામ ખુશી હતું. હડકાયેલા કુતરાના કારણે દીકરીના પરિવારજનોની ખુશી છીનવાઈ ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે એક જ ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*