ગોંડલના ચરખડી ગામ પાસે એક ખાનગી મિનિ બસ પલટી ખાઈ ગઈ, 11 મુસાફરો ઇજાગ્રસ્ત…

Published on: 9:34 am, Sat, 18 December 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ગોંડલ નજીક નેશનલ હાઇવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલના ચરખડી ગામના પાટિયા પાસે રાજકોટ જૂનાગઢ વચ્ચે દોડતી ખાનગી મિનિ બસ અચાનક પલટી ખાઇ ગઇ હતી.

આ ઘટનામાં 11 મુસાફરોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર રાજકોટ જૂનાગઢ વચ્ચે દોડતી સના લખેલી GJ 11 TT 8586 નંબર ની મીની બસ અચાનક પલટી ખાઇ ગઇ હતી.

આ ઘટનામાં બસમાં સવાર હરેશભાઈ સોમાભાઈ બારીયા, દીપાબેન રમેશભાઈ ડામોર, સાહિલ કનુભાઈ વસુનિયા, જામસિંગ ખુમાણસિંગ મસાર, જીલુબેન કમાભાઈ જુણેજા, સલમાબેન જાહિદભાઈ જુનેજા, રમેશભાઈ પાંગળા ભાઈ ડામોર, સારુભાઈ આપસિંગ વસુનિયા, અશોકભાઈ બાબુભાઇ ભોજવીયા, રાકેશભાઈ આપસિંગ વસુનિયા અને કુસુમબેન જામસિંગ મસારને ઇજા પહોંચી હતી.

આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા ઈજાગ્રસ્ત લોકોને બસમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સના મારફતે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. બસ અચાનક કેવી રીતે પલટી ખાઈ ગઈ તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ અકસ્માતમાં બસને સારું એવું નુકશાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોંડલના ચરખડી ગામ પાસે એક ખાનગી મિનિ બસ પલટી ખાઈ ગઈ, 11 મુસાફરો ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*