ચોખામાં પડતા ધનેડા અને નાની જીવાતો થી બચવા માટેનો ગજબ ઘરેલુ ઉપચાર..!

Published on: 7:03 pm, Fri, 30 June 23

આપણા દેશમાં દરેક લોકો ભાત ખાવાનું ખૂબ જ પસંદ કરે છે, તેથી મોટાભાગના લોકો ચોખાને એક જ સમયે ખરીદે છે. એને ઘરમાં સાચવીને રાખે છે, આટલા બધા ચોખાનો સંગ્રહ કરતી વખતે ખૂબ જ કાળજી લેવાની જરૂર છે. વાતાવરણમાં પરિવર્તન અને ભેજવાળી જગ્યાએ ચોખાનો સંગ્રહ કરવો તો તેમાં ધનેડા અને નાની જીવાંતો પડી જાય છે.

આજે આપણે એ જાણવા જઈ રહ્યા છીએ કે ધનેડા અને નાની જીવાંતો ચોખામાં કેમ પડે છે. ચોખામાં ધનેડા અને નાની જીવાંતોને રોકવા માટે આપણે કયા ઘરેલુ ઉપાય કરી શકીએ ચાલો જાણીએ. ચોખામાં જીવાંતો ન પડે તે માટે જે વાસણમાં તમે ચોખા રાખવાના છો તેને સારી રીતે સાફ કરો અને ધોઈ લો. જો શક્ય હોય તો તેને થોડા કલાકો સુધી તડકામાં રાખો જેથી તેમાં ભેજ કે પાણી ન રહે.

જો તમે વાસણને તડકામાં રાખી શકતા નથી તો તેને સુતરાઓ કપડાથી સાફ કરી ત્યારબાદ તેમાં ચોખાનો સંગ્રહ કરો. જ્યારે તમે ચોખાનો સંગ્રહ કરો છો ત્યારે જીવાંતોને રોકવા માટે તેને હવા ચુસ્ત એટલે કે જેમાં હવા ન જઈ શકે તેવા પાત્રમાં સંગ્રહિત કરો. ચોખાને હવા ચુસ્ત પાત્રમાં લાંબા સમય સુધી ખૂબ સારા રાખી શકો છો. હવા ચુસ્ત વાસણમાં ચોખા ભરતી વખતે તેમાં લીમડાના પાન નાખી દો, લીમડાના પાન રાખવાથી આખું વર્ષ તમારા ચોખા ખૂબ સારા રહેશે.

ચોખામાં જીવાંતોને રોકવા માટે પાતળા સુતરાઉ કાપડ લ્યો અને તેને નાના ચોરસ ટુકડામાં કાપો. જો તમારી પાસે સામાન્ય રીતે રૂમાલના કદ નાના હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. પછી જો તમે 20 કિલો ચોખાને સંગ્રહ કરવા માંગતા હો તો તે છ થી આઠ ટુકડા લ્યો.

તે કાપેલા ટુકડામાં થોડું થોડું મુઠ્ઠીભર મીઠું ભરવું અને પછી તે પોટલી ને ચોખામાં નાખી દો જેથી ચોખામાં જીવાંતો તો પડતી નથી. થોડા ચોખા ભરી પછી પાછી બે પોટલી ભરીને વચ્ચે મૂકો, આ રીતે ચોખાનું આખું વાસણ ભરવાથી તેમાં જીવાંતો અને ધનેડા નહીં થાય.

ચોખામાં ધનેડા અને નાની જીવાંતો થી બચવા માટે ના ઘરેલુ ઉપચાર વિશેની આ માહિતી કેવી લાગી ? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો આ માહિતી વિશે તમને ચોક્કસપણે વધુમાં જણાવીશું. ચોખા સંગ્રહિત કરવાના આ ઘરેલું ઉપાયથી ચોક્કસપણે ચોખામાં ધનેડા નહીં થાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચોખામાં પડતા ધનેડા અને નાની જીવાતો થી બચવા માટેનો ગજબ ઘરેલુ ઉપચાર..!"

Leave a comment

Your email address will not be published.


*