સુરતમાં ફરજ બજાવતા પોલીસ જવાને, બસમાં ચડીને બધાની નજરની સામે પોતાની પત્ની ઉપર તૂટી પડ્યો… પત્નીનું તડપી તડપીને ઘટનાસ્થળે મોત…

Published on: 11:16 am, Wed, 21 December 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. સતત આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ટુંક સમયમાં યુપી બિહાર જેવું થઈ જશે. ત્યારે હાલમાં છોટા ઉદયપુરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પાવી જેતપુરના ભીખાપુર ખાતે એક પતિએ ઘર બપોરે સરેઆમ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.

આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા બસમાં મહિલા કંડકટર તરીકે નોકરી કરતી હતી. તે પાવી જેતપુર થી ભીખાપુર રૂટની બસમાં ફરજ બજાવતી હતી. તેનો પતિ સુરત પોલીસમાં ફરજ બજાવતો હતો. તે પોતાની પત્નીનો જીવ લેવા માટે ભીખાપુર આવ્યો હતો.

ત્યારબાદ આરોપી પતિ પત્ની જે બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી હોય તે બસમાં ચડે છે અને પત્ની કાંઈ સમજે તે પહેલા ધારદાર વસ્તુ વડે પત્ની ઉપર પ્રહાર કરે છે. આ ઘટનામાં આરોપી પતિએ પોતાની પત્નીના ગળાના ભાગે પગના ભાગે એને પેટના ભાગે પ્રહાર કર્યા હતા. જેના કારણે પત્નીનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી પતિ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ આસપાસના લોકોએ પતિને પકડી પાડ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે આરોપી પતિને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મૃત્યુ પામેલી પત્નીનું નામ મંગુબેન રાઠવા હતુ અને તેઓ બસમાં કંડકટર તરીકે નોકરી કરતા હતા.

જ્યારે તેનો પતિ અમૃત રાઠવા સુરતમાં પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો. ત્યારે ઘટનાના દિવસે બપોરના સમયે જેતપુર થી ભીખાપુર જતી બસ ભીખાપુર ખાતે પહોંચી હતી. ત્યાં ચોકડી પર અમૃત રાઠવા પોતાની પત્નીની પહેલેથી જ રાહ જોઈ રહ્યો હતો. બસના પેસેન્જર ઉતરીયા બાદ આરોપી પતિ બસમાં ચડ્યો હતો અને પોતાની પત્ની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

આ કારણોસર મંગુબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. આરોપી પતિ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ ચારે બાજુ ડરનો મહોલ જોવા મળ્યો હતો. હાલમાં તો પોલીસ આરોપી પતિની પૂછપરછ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ફરજ બજાવતા પોલીસ જવાને, બસમાં ચડીને બધાની નજરની સામે પોતાની પત્ની ઉપર તૂટી પડ્યો… પત્નીનું તડપી તડપીને ઘટનાસ્થળે મોત…"

Leave a comment

Your email address will not be published.


*