ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 35 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રજીસ્ટાર કચેરીમાં સોમવારના રોજ સાંજના સમયે યુવક અચાનક જ ઢળીને જમીન પર પડી ગયા હતા.
ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પરીક્ષિત પટેલ હતું. તેઓ તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં ફરજ બજાવતા હતા. પરીક્ષિતભાઈ હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા હતા.
હજુ થોડાક સમય પહેલા જ તેમને અહીં નવું મકાન લીધું હતું. નવા મકાનના દસ્તાવેજ કરવા માટે તેઓ હિંમતનગરના બહુમાળી ભવનમાં રજીસ્ટાર કચેરીમાં પહોંચ્યા હતા. ત્યારે અહીં લગભગ સાંજના ચાર વાગ્યાની આસપાસ દસ્તાવેજ થયા બાદ અચાનક જ પરીક્ષિત ભાઈ કચેરીમાં ઢળી પડ્યા હતા. ત્યાર પછી ત્યાં હાજર લોકોએ તાત્કાલિક 108માં કોલ કર્યો હતો.
પરંતુ દસ મિનિટ થઈ ગઈ છતાં પણ 108 ન આવી એટલે પરીક્ષિત ભાઈને રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પછી ત્યાંથી વધુ સારવાર માટે તેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં હાજર ડોક્ટરે પરીક્ષિત ભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવની જાણ થતા જ હિંમતનગર બી-ડિવિઝન પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ પરીક્ષિત ભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોએ આજરોજ તેમના અગ્નિસંસ્કાર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment