અમરનાથની યાત્રાએ ગયેલા વધુ એક ગુજરાતીનું મોત..! મિત્રો સાથે યાત્રા પર ગયેલા વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

મિત્રો તમને બધાને ખબર હશે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમરનાથની યાત્રા પર ગયેલા છે. આપેલા તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓના મોત થયા હશે. ત્યારે હાલમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અમરનાથની યાત્રા દરમિયાન જામનગરના કલ્પેશભાઈ ઝવેરીનું મોત થયું છે.

કલ્પેશભાઈનું મોત થતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. કલ્પેશભાઈ જામનગરની વિદ્યોતેજક મંડાળ નામની શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવતા હતા. મળતી માહિતી અનુસાર અમરનાથની યાત્રા દરમિયાન ઘટતા કલ્પેશભાઈનું મોત થયું હતું.

હાલમાં તો તેમના મૃતદેહને અમરનાથથી જામનગર લાવવામાં આવ્યું છે. કલ્પેશભાઈ ઝવેરી જામનગર શહેરના શેઠ ફળી વિસ્તારમાં રહેતા હતા. તેમની ઉંમર આશરે 53 વર્ષની હતી. તેઓ શૈક્ષણિક સંસ્થામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. હજુ થોડા દિવસો પહેલા જ તેઓ પોતાના મિત્ર મંડળ સાથે જામનગરથી અમરનાથની યાત્રા પર ગયા હતા.

અહીં અમરનાથની યાત્રા દરમિયાન તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું અને આ કારણોસર તેમનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર ઓક્સિજન લેવલે ઘટતા જ કલ્પેશભાઈની તબિયત બગડવા લાગી હતી. એટલે સ્થાનિક હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમની હાલત વધારે ખરાબ થતા તેમનું મોત થઈ ગયું હતું. કલ્પેશભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. આ પહેલા પણ ઘણા ગુજરાતીઓના અમરનાથની યાત્રા દરમિયાન મોત થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*