આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને છેલ્લા થોડાક દિવસોથી ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાઓની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક આધેડ વયના વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મહીસાગર જિલ્લાના સાવલીમાં રહેતા અમિતકુમાર પરમારના મામા રમેશભાઈ રતનભાઇ માહ્યાવંશી મહાલક્ષ્મી એવન્યુ બલીઠા વાપીના લગ્ન પાંડવા મુકામે થયા હતા અને તેઓ વાપીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા.
રમેશભાઈ ને સંતાનમાં એક 20 વર્ષનો દીકરો અને એક 18 વર્ષની દીકરી છે. રમેશભાઈ એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. 16 ઓક્ટોબરના રોજ રમેશભાઈ લગભગ સાંજે ચાર વાગ્યાની આસપાસ વાપી થી સાવલી ગયા હતા. ત્યાં ભાણા અમિતને કહેલું કે મામીને કામકાજ બાબતે ઠપકો આપતા તે દીકરા અને દીકરીને લઈને પાંડવા આવી ગઈ હતી.
18 ઓક્ટોબર ના રોજ રમેશભાઈ વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યું હતું. જેમાં રમેશભાઈ એ લખ્યું હતું કે જ્યોતિ હવે આવતા જન્મમાં મળીશું બાય. અમિતે મામાને ફોન કરીને પૂછેલું કે આવું સ્ટેટસ કેમ મૂક્યું છે, તેમ છતાં મામાએ કોઈ જવાબ આપ્યો ન હતો અને મામી ફોન ઉપાડતા ન આવવાનું જાણવા મળ્યું હતું. અમિત પોતાના મામાને વારંવાર ફોન કરતો હતો છતાં પણ તેના મામા ફોન ઉપાડતા ન હતા.
થોડીક વાર બાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડીને કહ્યું કે ફોન વાળા ભાઈ કેનાલમાં કૂદી ગયા છે. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યાં રમેશભાઈના થેલા અને ડાયરીમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. શુક્રવારના રોજ રમેશભાઈનું મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રમેશભાઈ પોતાની પત્નીને ફોન કરેલો કે, હું છોકરાઓને લેવા આવું છું, ત્યારે પત્નીએ કહ્યું હતું કે અહીં આવશો તો તમારા હાથ પગ તોડી નાખશું અને તમારો જીવ લેવાની ધમકી આપી હતી.
પિયર પક્ષના સાસુ, સાળી, સાળા, સાળી કાલુબેન સાળી હંસાબેન અને પત્ની જ્યોતિબેન લગ્ન સમયથી પૈસાની લેવડ દેવાની તેમજ નાની-નાની બાબતમાં હેરાન કરીને રમેશભાઈને ત્રાસ આપતા હતા. આ બાબતે કંટાળીને રમેશભાઈ આ પગલું ભર્યું હોય તેવી વાતો ચાલી રહે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment