દીકરી ધૈર્યાના કેસને લઈને થયો મોટો ખુલાસો ! દીકરીનો જીવ લેવા માટે પરિવારના આ બે સભ્યોએ આરોપીની મદદ કરી હતી…જાણો કોણ છે અન્ય બે આરોપીઓ

Published on: 2:17 pm, Sat, 22 October 22

થોડાક દિવસો પહેલા ગુજરાતમાં એક એવી ઘટના બની હતી. જેને સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટનામાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામની 14 વર્ષની ધૈર્યા નામની દીકરીનો તેમજ પિતા ભાવેશભાઈ અકબરી અને મોટા બાપુજી દિલીપ અકબરી એ જીવ લઈ લીધો હતો.

દીકરીને વળગાટ હોવાની શંકાના આધારે બંને આરોપીએ મળીને સાત દિવસ સુધી દીકરીને ભૂખી રાખી હતી અને દીકરીને દર્દનાક આંખ મૃત્યુ આપ્યું હતું. બાપે અંધશ્રદ્ધામાં પોતાની સગી માસુમ દીકરીનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે બંને આરોપીઓને અનેક સવાલો પૂછ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે આ ઘટનામાં અન્ય બે લોકોએ પણ આરોપીઓની મદદ કરી હતી. તે બીજું કોઈ નહીં પરંતુ મૃત્યુ પામેલી ધૈર્યાના દાદા અને સગા ફઈબા છે. પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજુ પણ આ ઘટનામાં પરિવારના અન્ય સભ્યો સામેલ હોય તેવી સંખ્યાઓ જઈ રહી છે અને જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર માસુમ દિકરીનો જીવ લેનાર પિતા ભાવેશ અને મોટા બાપુજી 14 દિવસ પોલીસ રિમાન્ડમાં છે. બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે દીકરીનો જીવ લીધા બાદ તેની અંતિમવિધિ કરી નાખી પુરાવાના નાશ કરવા માટે મદદ કરનાર ધૈર્યાના દાદા ગોપાલભાઈ જેરામભાઈ અકબરી અને માસુમ દીકરીનો જીવ લેવા માટે દુષ્પ્રેરણા આપીને મદદરૂપ થનાર માસુમ દિકરીની સગી ફઈબા અર્ચનાબેનની હતા.

આજરોજ પોલીસે બંને આરોપીઓની ધડ પકડ કરી લીધી છે. મિત્રો તમને જણાવી દે કે આ ઘટનાના મુખ્ય આરોપી માસુમ દિકરીના પિતા ભાવેશ અકબરીને 25 મે સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે. હજુ પણ પોલીસ રિમાન્ડની અંદર ઘણા બધા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે.

દીકરીનો જીવ લેવામાં તેમના ફાયદા તથા દાદાનો સમાવેશની વાત સામે આવતા જ સમગ્ર તલાલા પથકમાં ભારે ચગચાર ફેલાઈ જાય છે. માસુમ બાળકીના અન્ય પરિવારજનો આ ઘટનામાં મદદરૂપ થયા છે તેવી આશંકાઓ અને ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરી ધૈર્યાના કેસને લઈને થયો મોટો ખુલાસો ! દીકરીનો જીવ લેવા માટે પરિવારના આ બે સભ્યોએ આરોપીની મદદ કરી હતી…જાણો કોણ છે અન્ય બે આરોપીઓ"

Leave a comment

Your email address will not be published.


*