આજ રોજ સવારે સાત વાગ્યાની આસપાસ બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરમાં રમતી વખતે એક દોઢ વર્ષની બાળકી પહેલા માળેથી નીચે પડી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં બાળકીને કાંઈ પણ થયું નથી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
જેમાં તમે જોઈ શકો છો કે, બાળકી રોડ ઉપર પડે છે, ત્યારે તેની સાથે એક ડોલ પણ રોડ પર પડે છે. ત્યારબાદ પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને બાળકીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં જાણવા મળ્યું કે બાળકી એકદમ સલામત અને સ્વસ્થ છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યો છે કે, એક દોઢ વર્ષની બાળકી ઘરમાં પહેલા માળે રમી રહી હતી. બાળકી રમતી હતી ત્યારે તેની માતા રસોઈ બનાવી રહી હતી અને પિતા ઘરના અન્ય કામમાં વ્યસ્ત હતા. આ દરમિયાન બાળકી રમતા રમતા બાલકનીની રેલીંગ પાસે આવી પહોંચી હતી અને તે રેલિંગની ઉપર ચડી ગઈ હતી.
ત્યારે અચાનક જ બાળકીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે ઉપરથી સીધી નીચે પડી હતી. આ ઘટના બનતા જ નજીકમાં ઊભેલી એક મહિલા તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને બાળકીને તરત જ ઉપાડી લીધી હતી. ઘટનાની માહિતી મળતા બાળકીના પરિવારના સભ્યો પણ નીચે દોડી આવ્યા હતા.
ઘરમાં પહેલા માળે રમતા રમતા દોઢ વર્ષની બાળકી ઉપરથી નીચે પડી, પછી તો કંઈક એવો ચમત્કાર થયો કે… હિમ્મત હોય તો જ વિડિયો જોજો… pic.twitter.com/7k3GEPZnrr
— GUJJU ROCKZ (@gujju_rockz) September 2, 2023
ત્યારબાદ બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. દરેક નાના બાળકોના માતા પિતાને એક સૂચના છે કે તમારા બાળકોનું એક એક વસ્તુનું ધ્યાન રાખજો કારણ કે એક નાનકડી એવી ભૂલ તમારા બાળકનો જીવ જોખમમાં મૂકી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment