હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુલાબ વાવાઝોડાના કારણે અરબ સાગરમાં લો પ્રેસર સર્જાશે અને કચ્છના અખાતમાં વાવાઝોડાની આંખ ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે જેના કારણે ગુજરાતના દરીયાકિનારે નવું શાહીન વાવાઝોડું ઉદભવશે.
1 ઓક્ટોબરથી કચ્છના નલિયામાં દરિયાકિનારે વાવાઝોડું આકાર લેશે. શાહીન વાવાઝોડા ની દિશા નલિયાથી કરાચી અને ઓમાન ની હશે.કચ્છ, જામનગર અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડશે.સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેશે. તમને જણાવી દઈએ કે શાહીન વાવાઝોડાના કારણે 3 દિવસ સુધી ભારે વરસાદ રહેવાની સંભાવના છે.
કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ,પોરબંદર,બોટાદ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી ને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બુધવારે વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 27.61 ઇંચ સાથે 83.51 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં 40 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 40 તાલુકા છે તો કચ્છમાં 87.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.31 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 76.26 ટકા, સૌરાષ્ટ્રમાં 93.14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.79 વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment