પ્રાંતિજમાં રીક્ષા અને ઇકો કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મૃત્યુ…

Published on: 9:50 am, Wed, 29 September 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે તેવા જ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પ્રાંતિજમાં(Prantija) તાલુકાના ઓરણ(Oraṇa) ગામના એક વ્યક્તિ તેના પુત્રના જન્મદિવસના દિવસે જન્મદિવસ મનાવવા રિક્ષામાં પોળો ફરવા જતા હતા.

ત્યારે લગભગ બે વાગ્યાની આસપાસ ઇડરના કડિયાદરા અને ચોટાસણની સીમામાં ઈકો કારે તેમની રીક્ષાને ટક્કર લગાવી હતી અને રીક્ષામાં સવાર પિતા-પુત્ર સહિત અન્ય એક 2 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત ઇકો ચાલકને પણ નાની-મોટી ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ આ સમગ્ર અકસ્માતની ઘટના મંગળવારના રોજ બની હતી.

અકસ્માતમાં GJ 09 BJ 6165 નંબરની ઈકો કારે ફૂલ સ્પીડમાં GJ 09 A 4662 નંબરની રીક્ષાને ટક્કર લગાવી હતી અને અકસ્માત રિક્ષાનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

રીક્ષા ની અંદર બેઠેલા પિતા-પુત્ર સહિત અન્ય બે વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલા બે યુવકો, બે મહિલાઓ અને બે બાળકો અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે તાત્કાલીક ઇડરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં મૃત્યુ ઘણા લોકોના નામ સામે આવ્યા છે. નરેન્દ્રસિંહ બાબુભાઈ મકવાણા (ઉંમર 33 વર્ષ પિતા), હેતાર્થ નરેન્દ્ર સિંહ મકવાણા (ઉંમર 6 વર્ષ પુત્ર), વંશ કલ્પેશ ભાઈ પરમાર (ઉંમર 2 વર્ષ)ના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રાંતિજમાં રીક્ષા અને ઇકો કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*