ભાવનગરના વતની એરફોર્સમાં ફ્લાયીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા, યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, એક ડાયરીમાં પોતાના પિતા માટે લખ્યું એવું કે…

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એરફોર્સમાં ફ્લાયીંગ ઓફિસર કલાસ 1 રેન્ક ધરાવતા ભાવનગરના 25 વર્ષીય યુવાનને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ઇન્ડિયન એરફોર્સની પરીક્ષા પાસ કરીને એક વર્ષ ફ્લાઈંગ ઓફિસર બનેલા જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા એરફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા.

જયદત્તસિંહ બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ગવાલિયર ટ્રેનિંગ કરી રહ્યા હતા. ત્યારે બુધવારના રોજ વહેલી સવારે હોસ્ટેલ રૂમમાં જયદત્તસિંહએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં તેમનો પરિવાર ગ્વાલિયર પહોંચી આવ્યો હતો.

તેમનો મૃતદેહ ભાવનગર લાવ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જયદત્તસિંહએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. તેમના મૃત્યુના કારણે પરિવાર અને એરફોર્સમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર જયદત્તસિંહ પોતાની બેંગ્લોર ની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ગત જાન્યુઆરી મહિનામાં ભાવનગર ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગવાલિયરની ટ્રેનિંગ માટે ચાલ્યા ગયા હતા.જયદત્તસિંહના પિતા ખેતી અને રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા છે.

તેમનો નાનો ભાઈ અમદાવાદ ની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. સમગ્ર ઘટનાને લઇને જયદત્તસિંહના કાકાનું કહેવું છે કે, નોકરી પરના પ્રેશરના લીધે તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હોય છે. તેમના કાકાનું કહેવું છે કે, તે પરિવારને ઘણી વખત પોતાના નોકરીની ટેન્શન ની વાત કરતો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો.

14મી તારીખે જયદત્તસિંહનો જન્મદિવસ હતો અને તે દિવસે પિતાને જન્મદિવસની શુભેચ્છા આપીને તેમને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સ્થાનિક પોલીસને તેમની પાસેથી એક ડાયરી મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, હેપી બર્થ-ડે, પપ્પા….

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*