સુરતમાં મોપેડ સવાર પિતા-પુત્રી ટ્રકની અડફેટે આવી ગયા, પિતાની નજર સામે દીકરીનું કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતના CCTV ફૂટેજ…

Published on: 2:37 pm, Fri, 17 June 22

સુરત શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં પિતાની નજર સામે દીકરીનો કરુણ મૃત્યુ થાય છે. મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના ધામોદલા ગામે નિશાળ ફળિયામાં રહેતી અને ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતી પોતાના પિતા સાથે ધામોદલાથી મઢી કામ અર્થે જઈ રહી હતી.

ત્યારે સુરતના વાંસકૂઈ પેટ્રોલ પંપ પાસે પાછળથી આવતા ટ્રકે પિતા-પુત્રીને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મૃત્યુ પામેલી મહિલાનું નામ સ્નેહલતા ચૌધરી હતું.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતની ઘટના 13 જુનના રોજ બની હતી. પરંતુ હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાના પિતા પણ ઇજાગ્રસ્ત થયા હતા.

58 વર્ષીય ગુરજીભાઈ ગજાભાઈ ચૌધરી પોતાની GJ 26 AD 0423 નંબરની જૂની મોપેડ લઈને પોતાની દીકરી સ્નેહલતા સાથે મઢી કામ અર્થે જ રહ્યા હતા. આ દરમિયાન વાંસકૂઈ ગામની સીમમાં ઇન્ડિયન પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે ટર્ન લઈ રહ્યા હતા.

આ દરમિયાન પાછળથી આવી રહેલા GJ 03 CL 8341 નંબરના ટ્રકચાલકે પિતા અને દીકરીને અડફેતેમાં લીધા હતા. આ ઘટનામાં દીકરી સ્નેહલતા ટ્રક સાથે 25 ફૂટ જેટલી ઘસડાઇ હતી. જ્યારે ટક્કરને કારણે પિતા 10 ફૂટ ફંગોળાઈને દૂર જઈએને પડ્યા હતા.

આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને તેઓએ પિતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન પુત્રીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં મોપેડ સવાર પિતા-પુત્રી ટ્રકની અડફેટે આવી ગયા, પિતાની નજર સામે દીકરીનું કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*