નરાધમ યુવક પોતાની પત્ની અને દીકરા ઉપર કુહાડી લઈને તૂટી પડ્યો, પછી તો કંઈક એવું કર્યું કે… જો હિંમત હોય તો જ આગળ વાંચજો…

Published on: 11:48 am, Mon, 14 August 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ઊંઘમાં સૂતેલી પોતાની પત્ની અને દીકરા સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે યુવકે કુહાડી વડે પોતાની પત્ની અને માસુમ દિકરાનો જીવ લઈ લીધો હતો. પછી યુવકે પોતે ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આરોપીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

જાણવા મળી રહ્યું છે કે આરોપી એટલો ગુસ્સામાં હતો કે તેને પોતાના માસુમ દીકરા ઉપર 11 વખત અને પોતાની પત્ની ઉપર 3 વખત કુહાડી વડે પ્રહાર કર્યા હતા. ત્યારબાદ આરોપી તેના કેટલાક ઓળખીતા લોકોને ફોન કરીને કહ્યું હતું કે તેને પોતાની પત્ની અને દીકરાનો જીવ લઈ લીધો છે અને પોતે સુસાઇડ કરી રહ્યો છે. યુવકે ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો જીવ બચી ગયો છે અને હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના રાજસ્થાનના શ્રીગંગાનગરના પદમપુર વિસ્તારમાંથી સામે આવી રહે છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 36 વર્ષનો જસપાલ સિંહ નામનો યુવક ખેતી કામ કરે છે. તેના પરિવારમાં તેની પત્ની, એક દીકરો અને બે દીકરીઓ છે.

શનિવારના રોજ મોડી રાત્રે અચાનક જસપાલ સિંહ પોતાની પત્ની અને 13 વર્ષના દીકરા ઉપર કુહાડી વડે પ્રહાર કરે છે.આ ઘટનામાં તેને પોતાના તેર વર્ષના દીકરા હરપ્રીતના ગરદન, માથું અને શરીરના જુદા જુદા ભાગ ઉપર 11 વખત કુહાડી વડે પ્રહાર કર્યા હતા. જ્યારે પોતાની પત્ની ઉપર ત્રણ વખત કુહાડી વડે પ્રહાર કર્યા હતા.

પોતાની પત્ની અને દીકરાનો જીવ લીધા બાદ આરોપી ઝેરી દવા લઈને એક કેનાલ પાસે પહોંચી ગયો હતો. અહીં ઝેરી દવા પીને તેને આ ઘટનાની જાણ પોતાના સંબંધીઓને કરી હતી. પછી તો સંબંધીય ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે આરોપી કેનાલ પાસે બેભાન હાલતમાં પડેલો હતો. પોલીસે આરોપીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે ત્યારે પોલીસે મૃત્યુ પામેલી મહિલા અને તેના દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપીએ શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નરાધમ યુવક પોતાની પત્ની અને દીકરા ઉપર કુહાડી લઈને તૂટી પડ્યો, પછી તો કંઈક એવું કર્યું કે… જો હિંમત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*