મુસ્લિમ પરિવાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં 2500 અનોખા સિક્કા બનાવ્યા… સિક્કાની એક બાજુ રામ મંદિર અને બીજી બાજુ….

Published on: 11:03 am, Thu, 18 January 24

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામ રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ રામ મંદિર બનવાની ખુશીમાં એક મુસ્લિમ પરિવાર કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ વાહવવા કરશો. મુંબઈના મુસ્લિમ પરિવાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં એક ખાસ પ્રકારના સિક્કા બનાવ્યા છે. આ સિક્કા પર એક બાજુ રામ મંદિરનું ચિત્ર બનેલું છે. જ્યારે બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લખેલું છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, આ મુસ્લિમ પરિવાર અઢી હજાર સિક્કા બનાવીને ટૂંક જ સમયમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સમર્પિત કરશે. સિક્કાની એક બાજુ રામ મંદિરનું ચિત્ર દોરેલું છે અને ત્યાં અયોધ્યા ધામ લખેલું છે. ત્યારે બીજી બાજુ મોદી અનસ્ટોપેબલ લખેલું છે. આ મુસ્લિમ પરિવાર સોનાના બનેલા આ સિક્કા રામ ભક્તો માટે બનાવી રહ્યું છે.

સોનાની જેમ ચમકતા આ સિક્કા પિત્તળની બનેલી ખાસ ધાતુથી બનાવવામાં આવી રહ્યા છે. આ ચમક આગામી 10 વર્ષ સુધી આમ જ રહેશે. હાલમાં તો ચારેય બાજુ આ મુસ્લિમ પરિવારની જે ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "મુસ્લિમ પરિવાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં 2500 અનોખા સિક્કા બનાવ્યા… સિક્કાની એક બાજુ રામ મંદિર અને બીજી બાજુ…."

Leave a comment

Your email address will not be published.


*