છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે પાટણ શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાટણ શહેરમાં સુસાઇડ પણ તરીકે ઓળખાતા સિદ્ધિ સરોવરમાં શુક્રવારના રોજ બપોરે એટલે કે આજરોજ બપોરે એક યુવતીએ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ દિક્ષિતાબેન મોદી હતું. દિક્ષિતાબેન મોદી પાટણ શહેરના છેડીયા દરવાજા બહાર આવેલ દેવનગરી સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા.
દિક્ષિતાબેનના મૃત્યુના કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આજરોજ બપોરે દીક્ષિતાબેને સિદ્ધિ સરોવરમાં અગમ્યા કારણોસર મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પાટણ નગરપાલિકાના પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉપરાંત પોલીસ અને પાલિકાની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘણી મુસીબતો બાદ સિદ્ધિ સરોવરમાંથી દિક્ષિતા બહેન નું મૃતદે બહાર કાઢવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા દિક્ષિતાબેનના પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે પાટણની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિક્ષિતા બેને આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુનું સાચું કારણ જાણવાની કામગીરીમાં પોલીસ લાગી ગઈ છે.
દિક્ષિતા બહેનના મૃત્યુના કારણે પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારના લોકો પણ વિચારમાં છે કે દિક્ષિતા બેને શા માટે આ પગલું ભર્યું હશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment