માતાએ પોતાની દોઢ વર્ષની દીકરીનું દબાવીને તેનો જીવ લઈ લીધો, દીકરીનું જીવ લેવાનું કારણ જાણીને…તમારા પણ રુવાટા બેઠા થઈ જશે…

Published on: 11:00 am, Mon, 28 November 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ પોતાની દોઢ વર્ષની દીકરીનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ઘટનામાં ચોકાવનારી વાત એ છે કે, આ પહેલા પણ મહિલાએ તેના પહેલા લગ્નથી થતી 5 મહિનાની દીકરીનો જીવ લઈ લીધો હતો. બીજા લગ્ન બાદ ફરીથી તેના ઘરે દીકરીનો જન્મ થયો હતો.

આરોપી માતાએ પોતાની બીજી દોઢ વર્ષની દીકરીનો પણ જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા હજુ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને મહિલાના કાકા સસરાનું કહેવું છે કે, જ્યારે મારી પુત્રવધુ એ 2018માં પાંચ મહિનાની દીકરીનો જીવ લીધો હતો ત્યારે પૈસા આપીને મામલાને શાંત પાડવામાં આવ્યો હતો. આ વખતે તેને દોઢ વર્ષની દીકરીનો જીવ લઈ લીધો છે.

પરંતુ આ વખતે તે પકડાઈ ગઈ છે. તેણે મારા ભત્રીજા ને ફસાવીને તેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. મને તેના પર હંમેશા શંકા હતી કે તે આવું કંઈક કરશે. કાકા સસરા નું કેવું છે કે તે પોતાની સ્વતંત્રતા માટે આ બધું કરે છે. આ ચોક આવનારી ઘટના બિજનૌરના મંડાવલીના ઔરંગપુર ગામની છે. ગત શુક્રવારના રોજ સવારે મહિલાએ પોતાની દોઢ વર્ષની દીકરીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.

જ્યારે મૃત્યુ પામેલી દીકરીના દાદા દાદી બપોરે હરિદ્વાર થી ઘરે પરત ફરીયા ત્યારે પલંગ પર દીકરીનું મૃતદેહ પડ્યું હતું. ત્યારબાદ દાદા દાદીએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકીનું મૃત્યુ ગુગળામણના કારણે થયું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે રવિવારના રોજ આરોપી માતાની ધરપકડ કરી હતી. આરોપી માતાનું નામ શિવાની છે. તેને 2020 માં અંકિત નામના યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. 2015માં અંકિતના પ્રથમ લગ્ન તૂટી ગયા હતા. જ્યારે શિવાનીના પણ પહેલા લગ્ન તૂટી ગયા હતા, પરંતુ આ વાતની જાણ અંકિતને ન હતી.

અંકિત સાથે લગ્ન કર્યા બાદ શિવાનીનું વર્તન બદલાઈ ગયું હતું. તે ઘરમાં બધા સાથે ઝઘડા કરવા લાગી હતી. હાલમાં પોલીસ આરોપી માતાની પૂછપરછ કરી રહી છે. સમગ્ર ઘટનાની પૂછપરછ પૂર્ણ થઈ ગયા બાદ આ ઘટનાને લઈને અનેક ખુલાસાઓ થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે શિવાનીએ પોતાની સ્વતંત્રતાના કારણે પોતાની દીકરીનો જીવ લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ પોતાની દોઢ વર્ષની દીકરીનું દબાવીને તેનો જીવ લઈ લીધો, દીકરીનું જીવ લેવાનું કારણ જાણીને…તમારા પણ રુવાટા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*