હાલમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આપણા દેશની અનેક જગ્યાઓ પર દહેજ પ્રથાઓ ચાલી રહી છે. દહેજ લેવુંએ કાનૂની ગુનો છે. છતાં પણ હજુ અમુક એવા ગામડાઓ અને શહેરો છે જ્યાં દહેજપ્રથા ઓ ચાલી રહી છે. દહેજની વાત કરીએ તો અત્યાર સુધીમાં દહેજના કારણે ઘણી બધી દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા હશે.
ત્યારે હાલમાં ઉત્તરાખંડમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. દહેજના કારણે એક પરિણીત યુવતીનો જીવ લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાનીપોખરી શેતના ચક સીંધવાલ ગામ આવેલું છે. જ્યાં આરતી નામની યુવતીના લગ્ન ભોગપુરના રહેવાસી પવન રાવત સાથે થયા હતા.
લગ્નમાં યુવકના પરિવારજનોએ યુવતીના પરિવારજનો પાસેથી દહેજની માંગણી કરી હતી. યુવતીના પરિવારજનોએ દહેજ ઓછું આપ્યું હતું. લગ્ન બાદ આરતી ને ઓછું દહેજ આપ્યું હોવાના લીધે સાસરીયા પક્ષ દ્વારા આરતીને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળીને આરતી પોતાની મોટી બહેન પૂજાને ફોન કર્યો હતો.
તે પોતાની મોટી બહેન સાથે રડતા રડતા વાત કરી રહી હતી ત્યારે અચાનક જ ફોન કટ થઈ ગયો હતો. ત્યારબાદ આરતીનો કોઈ પણ પ્રકારનો સંપર્ક થયો ન હતો. બીજા દિવસે આરતી નો પતિ પવન આરતીના પપ્પાના ઘરે ગયો અને બાથરૂમમાં પગ લપસી ગયો હોવાથી આરતીને ઈજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે, તેવી જાણકારી આપી હતી.
આ વાતની જાણ થતાં જ આરતીના પરિવારજનો હોસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે આરતીના પરિવારજનોની ડોક્ટરે કહ્યું કે, આરતી નું મૃત્યુ 10 કલાક પહેલા જ થઈ ગયું છે. આ સમગ્ર ઘટનાને લઇને આરતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરતીના સાસરીયા પક્ષની પૂછપરછ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન આરતીના પતિ પવને કહ્યું કે, આરતી ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરતીનો પતિ પવન, દેવર નિતીન, સાસુ રાજેશ્વરી દેવી અને ચંદ્રશેખર રાવત સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment