ગુજરાતમાં રાત્રે આકાશમાં દેખાયેલો મહાકાય પદાર્થ શું હતો તે જાણીને, તમે પણ ચીનને જોખી જોખીને આપશો…

Published on: 11:40 am, Sun, 3 April 22

ગઈકાલે ગુજરાતના દક્ષિણ ગુજરાતના કેટલાક ગામડાના લોકોને આકાશમાં એક સળગતો ગોળો જોવા મળ્યું હતું. જે પૃથ્વી તરફ આવી રહ્યો હતો. આ સમગ્ર મામલે ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્રના વિશેષજ્ઞ હર્ષદ જોશીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ અવકાશયાનને અવકાશમાં મોકલવામાં આવે છે.

ત્યારે અવકાશયાનને હલકુ બનાવવા માટે તેના અલગ-અલગ ટુકડા અને અવકાશમાં મુક્ત કરી દેવામાં આવે છે. અવકાશમાં શૂન્યાવકાશને કારણ અવકાશયાન માંથી મુક્ત કરેલા અવકાશયાનના ટુકડાઓ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા લાગે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગભરાવાની જરૂર નથી. આ એક અવકાશી કચરો કહેવાય છે. જેનું કદ 1mm થી 4 ટાઈમ હોઈ શકે છે.

વૈજ્ઞાનિકોની ભાષામાં આને space junk પણ કહેવાય છે. તેમને જણાવ્યું કે Chinese Chang Zheng 5B Rocket ના ટૂકડાઓ જે ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યા હતા. થોડા સમય બાદ લોન્ચ કરવામાં આવેલા ટુકડા સાથે સંપર્ક તૂટી ગયો હતો અને તે કંટ્રોલની બહાર ચાલ્યા ગયા હતા.

ત્યારે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં આવતા ગુજરાત અને મધ્ય પ્રદેશના અમુક ભાગમાં જોવા મળ્યા હતા. આકાશમાં આ દ્રશ્ય જોઈને ગુજરાત અને મધ્યપ્રદેશની જનતામાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર લોન્ચ કરેલા ટુકડા શનિવારના રોજ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યા હતા.

અને ગુજરાત અને મધ્ય પ્રદેશના લોકોને તે એક સળગતા ગોળામાં દેખાયા હતા. મળતી માહિતી મુજબ રોકેટ માંથી મોટા ભાગનો કાટમાળ પુન પ્રવેશ થતી વખતે બળી ગયો છે તેના કારણે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી. જો રોકેટનો મોટાભાગનો કાટમાળ મળ્યો નહોતો મોટા પાયે નુકસાન થઇ શકે તેવી શક્યતાઓ હતી. તો ચીનની બેદરકારી ભારતની ભોગવવી પડી હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં રાત્રે આકાશમાં દેખાયેલો મહાકાય પદાર્થ શું હતો તે જાણીને, તમે પણ ચીનને જોખી જોખીને આપશો…"

Leave a comment

Your email address will not be published.


*