રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી, આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ…

Published on: 10:43 am, Sun, 3 April 22

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતા જ ગુજરાતની જનતા ઉનાળાની ભારે ગરમીથી કંટાળી ગઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને હજુ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે આગામી સમયમાં ગરમીમાં થોડી રાહત મળી શકે તેને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં સુરત અને અમદાવાદમાં ગરમીનું પ્રમાણ આગામી સમયમાં વધશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પાંચ દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

ખાસ કરીને આગામી પાંચ દિવસોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ત્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આગામી દિવસોમાં અનેક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જશે. જો રાજ્યમાં કમોસમી વરસાદ પડયો હતો. ખેડૂતોને પાકમાં નુકસાન થવાની શક્યતાઓ છે. બીજી તરફ રાજ્યની જનતાને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી, આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*