ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બનાસ બેંકની ખિમાણા શાખામાં કેશિયર તરીકે કામ કરતા વ્યક્તિએ પોતાના ઘરમાં ગળાફસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ નારણજી વાલજી ઠાકોર હતું અને તેમની ઉંમર 52 વર્ષની હતી. તેઓ છેલ્લા 30 વર્ષથી કાંકરેજ તાલુકાના રતનપુરા ગામમાં રહે છે.
શુક્રવારના રોજ નારણજીભાઈએ પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર નારણજીભાઈએ બનાસ બેંકની ખિમાણા શાખાના મેનેજરના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના દીકરાએ શિહોરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃત્યુ પામેલા વ્યક્તિના દીકરાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જેમના પિતા મેટ્રિક પાસ થતા. છેલ્લા 35 વર્ષથી તેઓ બનાસ બેંકમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતા હતા. બેંકમાં બેંકના મેનેજર સુધીરભાઈ ઠક્કર પિતાને કોમ્પ્યુટર નું જ્ઞાન નથી તેમ કહીને અવારનવાર નોકરી બાબતે હેરાન કરતા હતા.
જેના કારણે શુક્રવારના રોજ સાંજના સમયે નારણજીભાઈ ગળા ખાશો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેમના અંતિમ ક્રિયા વખતે કપડાં બદલતી વખતે તેમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમને લખ્યું હતું કે, હું બનાસ બેંક ખિમાણા શાખામાં નોકરી કરું છું. બનાસ બેંકના મેનેજર મને હેરાન પરેશાન કરતા હોવાથી હું આ પગલું ભરું છું. તો મેનેજર ને કડકમાં કડક સજા થાય તેવી વિનંતી છે. મેનેજરનું નામ સુધીર ઠક્કર છે.
મળતી માહિતી અનુસાર બેંક મેનેજરના ત્રાસની કંટાળીને છેલ્લા દોઢ મહિનાથી નારણજીભાઈ નોકરીએ પણ જતા ન હતા. બે દિવસ પહેલા નારણજીભાઈના સાળા તેમને નોકરી પર મુકવા માટે ગયા હતા. ત્યાં મેનેજર ને રૂબરૂ મળીને હેરાન ન કરવા માટે સમજાવ્યો હતો.
પછી નોકરી પરથી પરત આવ્યા બાદ બીજા દિવસે તેઓ નોકરી પર ગયા ન હતા. પરિવારના સભ્યોએ પૂછ્યું કે કેમ નોકરી પર નથી ગયા ત્યારે તેમને જણાવ્યું હતું કે ફરીથી મેનેજર હેરાન કરે છે. અને સાંજના સમયે તેમને ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેમના મૃત્યુના કારણે બે દીકરાઓએ અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment