વાહ ભાઈ વાહ આવી કંકોત્રી તો પહેલા ક્યારેય નહીં જોયું હોય..! લગ્નમાં ખોટા ખર્ચા બંધ કરીને પરિવારે એવી અનોખી કંકોત્રી બનાવી કે… જુઓ કંકોત્રીની તસ્વીરો…

Published on: 11:51 am, Sat, 4 February 23

મિત્રો હાલમાં તો ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી લગ્નની અનોખી કંકોત્રી બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકો લગ્નની કંકોત્રીમાં સમાજને કામમાં આવતા મેસેજ છપાવતા હોય છે અથવા તો ઘણા લોકો લગ્ન પૂર્ણ થયા બાદ કંકોત્રી કામમાં આવે તેવી કંકોત્રી બનાવતા હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક પરિવારે બનાવેલી અનોખી કંકોત્રીની ચર્ચા ચારેય બાજુ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના ડીસાના વાસણાના નવા ગોળીયા ગામના પ્રાકૃતિક પ્રેમી મુકેશભાઈ માળીએ પોતાના લગ્નની અનોખી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રીની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે.

મિત્રો મુકેશભાઈ લગ્નમાં ફટાકડા, પાર્ટી, વરઘોડા સહિતના ખર્ચાઓ બંધ કરીને પક્ષીઓ માટે કામમાં આવે તેવી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી બનાવવા પાછળ તેમને 100 રૂપિયા જેટલાનો ખર્ચો થયો છે. મિત્રો ઘણા લોકો લગ્નની ઘણી મોંઘી મોંઘી કંકોત્રીઓ છપાવતા હોય છે. આવી કંકોત્રીનું લગ્ન પૂર્ણ થાય એટલે કોઈ પણ પ્રકારનું મહત્વ રહેતું નથી અને તે કંકોત્રી પસ્તીમાં જતી રહે છે.

પરંતુ મુકેશભાઈ પોતાના લગ્નની એવી અનોખી કંકોત્રી બનાવી છે કે લગ્ન પૂર્ણ થયા બાદ તે કંકોત્રી માંથી પક્ષીઘર બની જશે. પછી આ પક્ષીઘર તમે પોતાના ઘરમાં, અગાસીમાં અથવા તો આંગણામાં મૂકી શકો છો. જેના કારણે ચકલીઓ સહિતના પશુઓ ઘરના આંગણામાં માળો બનાવીને રહી શકે છે અને પોતાના બાળકોનો ઉછેર કરી શકે છે.

આ ઉપરાંત કંકોત્રીની અંદર પર્યાવરણનું જતન અને વૃક્ષારોપણ નો સંદેશો પણ છપાવવામાં આવ્યો છે. આટલું જ નહીં પરંતુ પરિવારના સભ્યોએ સગા સંબંધી અને આમંત્રિત મહેમાનોને વૃક્ષના રોપાઓ ભેટમાં આપવાનો પણ નક્કી કર્યું છે. મુકેશભાઈ બાબુભાઈ માળીએ જણાવ્યું કે, લગ્નમાં ખોટા ખર્ચા ખૂબ જ થાય છે. લગ્નની ઉજવણીમાં પર્યાવરણ અને અબોલા જીવોને પણ ઘણું નુકસાન પહોંચતું હોય છે.

મને ખૂબ જ ખુશી છે કે આ કંકોત્રી સામાન્ય કંકોત્રી થી અલગ છે. કાગળના પુઠા સ્વરૂપની કંકોત્રી ફોલ્ડિંગ સ્વરૂપમાં આપવામાં આવી છે. આ કંકોત્રીને તમે પક્ષી ઘરમાં પણ બદલી શકો છો. એક કંકોત્રી બનાવવા પાછળ લગભગ 100 રૂપિયા જેટલો ખર્ચો થયો છે. મિત્રો આ અનોખી કંકોત્રી વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વાહ ભાઈ વાહ આવી કંકોત્રી તો પહેલા ક્યારેય નહીં જોયું હોય..! લગ્નમાં ખોટા ખર્ચા બંધ કરીને પરિવારે એવી અનોખી કંકોત્રી બનાવી કે… જુઓ કંકોત્રીની તસ્વીરો…"

Leave a comment

Your email address will not be published.


*