પાટણમાં લોખંડના તાર પર સૂકવેલા કપડાં લેવા જતા, એક વ્યક્તિને લાગ્યો જોરદાર કરંટ, કમકમાટી ભર્યું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 2:37 pm, Mon, 11 July 22

હાલમાં બનેલી એક દર્દનાથ ઘટના સામે આવી છે. આ ઘટનામાં કરંટ લાગવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે લોખંડની તાર પર સુકવેલા કપડાં લેવા જતા એક વ્યક્તિને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ કારણોસર તે વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના દીકરાએ સરસ્વતી પોલીસ સ્ટેશન મથકે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધાવ્યો છે. આ ઘટનામાં 57 વર્ષીય કિરીટકુમાર રમણીકલાલ શાહનુ કરુણ મૃત્યુ નીપજ્યું છે. કિરીટકુમાર સાંપ્રા ગામના રહેવાસી હતા. કિરીટકુમારનો દીકરો બહાર ધંધા અર્થે રહે છે.

શનિવારના રોજ સાંપ્રાગામમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે કિરીટભાઈ લોખંડના તાર પર સુકવેલા કપડાં લેવા જતા તેમને વીજકરંટ લાગ્યો હતો. તેથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. કિરીટભાઈ ના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ કિરીટભાઈ ના દીકરાએ સરસ્વતી પોલીસ સ્ટેશન મથકે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ કિરીટભાઈના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર દિવાલ સાથે લોખંડના ખીલાથી વરગણી બાંધી હતી. તે દિવાલમાં વરસાદી વાતાવરણના કારણે ભેજ ઉતર્યો હતો. જેના કારણે લોખંડના તારમાં કરંટ પ્રસરી ગયું હતું. આ દરમિયાન કિરીટભાઈ લોખંડના તારને અડે છે અને તેમને જોરદાર કરંટ લાગે છે. તેથી તેમનું મૃત્યુ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાટણમાં લોખંડના તાર પર સૂકવેલા કપડાં લેવા જતા, એક વ્યક્તિને લાગ્યો જોરદાર કરંટ, કમકમાટી ભર્યું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*