રાજકોટના એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું આ પગલું…

રાજકોટમાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. રાજકોટના મૂળ ધ્રોલના અને હાલ સાધુવાસવાણી રોડ પર ભીડ ભંજન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટની ભીડભંજન સોસાયટીમાં રહેતા જય કિશોરભાઈ રાઠોડ (ઉંમર 37 વર્ષ) નામના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવાને આર્થિક ભીંસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

પરિવારના એકના એક પુત્રનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. જય પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે છૂટક મજૂરી કરતો હતો. મળતી માહિતી અનુસાર એક વર્ષ પેલા પત્ની સાથે મનદુઃખ થતાં થઈ જયના છૂટાછેડા થઇ ગયા હતા.

આ માહિતી પોલીસ તપાસ દરમિયાન સામે આવી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા જયના પરિવારજનોએ જણાવ્યું કે, બે દિવસ પહેલા કુખ્યાત મહિલા ડ્રગ્સ પેડલર સીધા ઘરે આવી હતી અને જય સાથે માથાકૂટ કરી હતી.

માથાકૂટ થયા બાદ વહેલી સવારે જાહેર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત જય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*