અમીરગઢ હાઇ-વે પર ગાયને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઈ – કારમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 9:42 am, Wed, 2 February 22

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નેશનલ હાઈવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર ગાયને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રસ્તામાં અચાનક ગાય આવી ગઈ હતી.

ત્યારે ગાયને બચાવવા જતાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે જઈને અથડાઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના મંગળવારે બની હતી. પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર અમીરગઢ નજીક એક કારની આગળ અચાનક ગાય આવી જતાં કારચાલકે ગાયને બચાવવા જતા કાર ડિવાઇડર ઘુસાવી દીધો હતી.

અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત લોકોને અમીરગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુમાં આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં કારના આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમીરગઢ હાઇ-વે પર ગાયને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઈ – કારમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*