ધુમ્મસના કારણે અકસ્માત : સુરત નજીક SRP જવાનોની બસ એક ઉભેલા ટ્રક સાથે અથડાય – 13 જવાનો ઈજાગ્રસ્ત, 4 જવાનોની હાલત ગંભીર…

Published on: 12:32 pm, Wed, 2 February 22

સુરત નજીક કીમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટીયા પાસે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર SRPના જવાનો થી ભરેલી બસ રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ ઘટનામાં જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ચાર જવાનોની હાલત ગંભીર છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના આજરોજ સવારે બની હતી. મળતી માહિતી અનુસાર વડોદરાના SRP કેમ્પસથી 27 જેટલા જવાનો બસમાં સુરતના ઉધના જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં કીમ ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર બસચાલકે ઉભેલા ટ્રકની પાછળ બસ ને ઘુસાવી દીધી હતી. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર ભારે ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બની ત્યારે બસની અંદર 27 જવાનો સવાર હતા. તેમાંથી 13 જવાનોને નાની-મોટી ઇજા પહોંચી હતી.

ઉપરાંત ચાર જવાનો ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધુમ્મસના કારણે અકસ્માત : સુરત નજીક SRP જવાનોની બસ એક ઉભેલા ટ્રક સાથે અથડાય – 13 જવાનો ઈજાગ્રસ્ત, 4 જવાનોની હાલત ગંભીર…"

Leave a comment

Your email address will not be published.


*