2 બહેનોના એકના એક લાડકવાયા ભાઈ ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કર્યું… સાવ નાની એવી વાતમાં કર્યો સુસાઇડ…

Published on: 3:39 pm, Tue, 15 August 23

હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક તાઈકવાન્ડોના(કરાટે) રાષ્ટ્રીય સ્તરના ખેલાડીએ સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, યુવક તેના મિત્રો સાથે ફરવા નૈનીતાલ જવા માગતો હતો.

પરંતુ તેના પિતાએ તેને ના પાડી દીધી હતી. જેના કારણે તે દુઃખી થઈને પોતાની બાઈક લઈને ઘરેથી બહાર નીકળી ગયો હતો. પછી થોડીક વાર પછી પરિવારના સભ્યોને જાણ થઈ હતી કે દીકરાનું ટ્રેનની અડફેટેમાં આવી જતા મોત થયું છે. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

દીકરાનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના હરિયાણાના પાણીપતમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા યુવકનું નામ પુષ્પેન્દ્ર હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. તે સોમવારના રોજ પોતાના મિત્રો સાથે નૈનીતાલ જવા માગતો હતો. પરંતુ અત્યારે પર્વતોમાં વિવિધ જગ્યાએ વાદળા ફાટવાની ઘટનાઓ બની રહે છે. જેના કારણે તેના પિતાએ તેને નૈનીતાલ જવાની ના પાડી હતી.

પછી પુષ્પેન્દ્ર દુઃખી થઈને ઘરની બહાર નીકળી ગયો હતો. થોડીક વાર બાદ જીઆરપીએ પુષ્પેન્દ્રના પરિવારજનોને પુષ્પેન્દ્રના સુસાઇડની માહિતી આપી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલો પુષ્પેન્દ્ર બે બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "2 બહેનોના એકના એક લાડકવાયા ભાઈ ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કર્યું… સાવ નાની એવી વાતમાં કર્યો સુસાઇડ…"

Leave a comment

Your email address will not be published.


*