ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો સમય પૂરો થઈ ગયો છે. સુરતમાં કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઇ ચૂકી છે. પાસ ના નેતા અલ્પેશ કંથીરીયાએ કોંગ્રેસ વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે અને સુરત કોંગ્રેસમાં જાહેર સભામાં વિરોધની ચીમકી પણ આપી દીધી છે.
હાર્દિક પટેલ સિવાય કોંગ્રેસના કોઈ નેતા સુરતમાં સભા કરશે તો તેમનો વિરોધ કરવામાં આવશે.સુરતમાં પાસ ના નારાજ કાર્યકરો વિશે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ કહ્યું કે,હું કોઈ અલ્પેશ કંથારિયા ને ઓળખતો નથી અને કોઈ પણ એવું સમજવું હોય કે.
કોંગ્રેસ તેમના બળથ ચાલે છે તો તેવી ગેરમાન્યતા દૂર કરી દેવી. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ ને જવાબ અપાતા અલ્પેશ કંથારિયા એ કહ્યુ કે, સુરતમાં હાર્દિક પટેલ સિવાય કોઈપણ નેતા સભા કરશે તો તેમનો વિરોધ કરવામાં આવશે.
સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા બે ટિકિટ ની માગણી કરવામાં આવી હતી.પરંતુ કોંગ્રેસ એક જ ટિકિટ આપી હતી અને એક ટિકિટ પર ધાર્મિક માલવીયાએ દાવેદારી નોંધાવવાની હતી.
પરંતુ બે ટિકિટ ન મળતા ધાર્મિક દાવેદારી પરત ખેંચી લીધી છે અને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરોધમાં મોરચો ખોલી દેવાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment