સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ફરી એક વખત સી.આર.પાટીલ ની રેલી માં કોરોના માર્ગદર્શિકા ના ધજાગરા.

Published on: 5:18 pm, Sat, 6 February 21

છોટાઉદેપુરના બોડેલીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની રેલીમાં ફરી એક વખત કોરોના માર્ગદર્શિકા ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.સી.આર.પાટીલ ના કાર્યક્રમમાં મોટાપાયે કાર્યકર્તાઓની ભીડ જોવા મળી હતી જેના કારણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનો સરાજાહેર ભંગ થયો હતો.

અને ખુદ પાટીલ પણ માસ્ક વગર ખુલ્લી જીપમાં સવાર થઈને બાઈક રેલીમાં જોડાયા હતા.ભાજપની આ રેલીમાં બચુભાઈ ખાબડ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદભાઇ વસાવા સહિતના આગેવાનો.

અને અસંખ્ય કાર્યકર્તાઓ માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યો હતો.નેતાઓ દ્વારા કોરોના નિયમોનો ભાં થવાના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે.આપણે એ પણ જણાવી દઈએ કે બોડેલી ખાતે સી.આર.પાટિલના.

આગમન સાથે જ સરકાર ની માર્ગદર્શિકા ના લીરેલીરા ઊડી રહ્યા હતા.ગુજરાત રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે ભાજપ ઉપરાંત અન્ય પક્ષો પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ચૂંટણીના પ્રચારની શરૂઆત દરમિયાન ભાજપ ઉપરાંત અન્ય પક્ષના નેતાઓ કોરોના મહામારીને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ,બાઈક રેલી સાથે કાર્યકરો પ્રદેશ પ્રમુખ માસ્ક વગર.

ખુલ્લી જીપમાં દેખાયા સાથે બાઈક સવારો પણ માસ્ક વગર દેખાઈ પડ્યા હતા.નેતાઓને કેમ કોઈ સરકારના નિયમો લાગુ પડતાં નથી તેની ચાર બાજુ ચર્ચા ઉઠી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!