મોટી સંખ્યામાં ખેડૂતો સિંધુ બોર્ડર આંદોલન માં જવા નીકળ્યા, જાણો શુ છે આગળનો પ્લાન.

કેન્દ્રના ત્રણ કાયદાઓનું ખેડૂતો ફરી એક વખત મોટું પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. ખેડૂત કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા આંદોલનના છ મહિના પૂરા થવા પર 26 મેના રોજ કાળા દિવસના તરીકે મનાવશે. આ હેઠળ રવિવારે હરિયાણાના કરનાલથી હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી નજીક સિંધુ બોર્ડર પર જવા રવાના થયા હતા.

ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરુનામ સિંહ ચઢું ની આગેવાની માં ખેડૂતોએ સેકડો વાહનોમાં સવાર થઈને કરનાલ બસ્તદા ટોલ પ્લાઝા થી કૂચ કરી હતી.

ખેડૂત નેતા ગુરુ નામ સિંહે કહ્યું હતું કે દિલ્હી સીમા પર પહોંચ્યા બાદ એક અઠવાડિયા સુધી લંગર સેવા કરશે. તેમને કહ્યું કે ખેડૂતો કરનાલ થી રવાના થઇ ગયા છે.

જેથી દિલ્હીના અલગ અલગ જિલ્લાઓમાં આંદોલનનું સારી રીતે પ્રતિનિધિત્વ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વાયરસ ના કેસો વધવાના કારણે હરિયાણામાં આ સમયે લોકડાઉન ચાલી રહ્યું છે.

રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં વાયરસને ઝડપથી વૃદ્ધિ માટે હરિયાણા ની સીમાઓ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને જવાબદાર ગણાવ્યા છે. કેન્દ્રના 3 વિવાદિત કાયદાઓને લઇને ખેડૂતો ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે.

પ્રદર્શનકારી ખેડૂતોની માંગણી છે કે સરકાર આ ત્રણ કાયદાઓ ને હટાવી. સાથે ખેડૂતો માટે લઘુતમ સમર્થન મૂલ્ય માટેનો કાયદો પણ ઇચ્છે છે. આ મુદ્દા પર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ઘણી ચર્ચા અને બેઠક થઈ ચુકી છે પરંતુ તેને લઈને કોઈ યોગ્ય નિકાલ થઈ શક્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*