ગુજરાત સહિત દેશભરમાં મુદ્દે રાજકોટ એસોસિયનને કહ્યું છે કે, છેલ્લા વર્ષોમાં વિદેશમાં સીંગદાણાની ડિમાન્ડ વધી અને ઓઈલ મિલન એ પૂરતા પ્રમાણમાં મગફળી ન મળતા ભાવ વધ્યા છે. સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ મગફળીના ભાવમાં દર વર્ષે નજીવો વધારો થઈ રહ્યો છે.
આ વર્ષે સિંગતેલના ભાવમાં વધારા સાથે સીંગતેલ 15 કિલો ના ડબ્બા ના ભાવ 2800 રૂપિયાએ પહોંચી ગયો છે. છેલ્લા બે વર્ષથી સારા વરસાદના કારણે મગફળીનું સારૂ ઉત્પાદન થયું છે પણ સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
વેપારીઓનું કહેવું છે કે ગ્લોબલ બજારમાં તેલના ભાવમાં વધારો થતાં ભાવ વધ્યા છે અને આ વર્ષના અંત સુધીમાં ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચી શકે તેવી શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્ર ઓઈલ મિલર એસોસિએશન નું કહેવું છે કે, છેલ્લા વર્ષોમાં વિદેશમાં સીંગદાણાની ડિમાન્ડ વધી છે અને ઓઇલ મિલરો ને પૂરતા પ્રમાણમાં મગફળીના મળતા ભાવ વધ્યા છે.
લોકલ બજારમાં સેન્ટરની પહેલા કરતા ડિમાન્ડ વધી જાય અને પૂરતા પ્રમાણમાં સીંગતેલ પૂરું ના પાડી શકતા ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂત સંગઠનો માની રહ્યા છે.
કે અતિવૃષ્ટિના કારણો મગફળીની ગુણવત્તા માં ઘટાડો થયો છે તે સ્વાભાવિક છે. અમદાવાદમાં ગઈકાલે પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધારે જોવા મળ્યા હતા. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 90.28 રૂપિયા નોંધાયો હતો.
તો સામે અમદાવાદમાં ડીઝલ નો ગઇકાલનો ભાવ 90.55 રૂપિયા નોંધાયો હતો. અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસા જયારે ડીઝલના ભાવમાં 7 પૈસા ગઇકાલના રોજ વધારો થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment